ધાર્મિક સ્થળો

ધરડી માતાનું મંદિર

ભકિત-શ્રધ્ધા – આસ્થા અને માનતા માનવ હ્રદયના સતત વહેતા ઝરણા છે. જે વ્યકતિને આશાવંત રાખે છે. પલસાણા – વેસ્મા સંદલપોર ત્રણ ગામના અનાવિલોની કુળદેવી ધરડી માતાનું મંદિર તળાવના કિનારે નયનરમ્ય કુદરતી વાતવરણમાં આવેલુ આ મંદિર ધડીભર તો માનવીનો માનસિક થાક દૂર કરી શાંતિ બક્ષે છે. અનાવિલોની પેઢીના ગાઢા તરીકે ઓળખાતું પલસાણામાં આવેલ આ મંદિરમાં ત્રણ ગામના અનાવિલોને જ્નોઈ લગ્ન પ્રસંગે અચૂક દશૅન માટે આવવુ પડે છે. વષૉથી ચાલતો આવેલ આ શિરસ્તો આજે પણ અકબંધ છે. જ્નોઈ પ્રસંગે અનાવિલો તરફથી મંદિરમાં કરવામાં આવતી પૂજાવિધિ એક વિશિષ્ટ પ્રકારની શ્રધ્ધા વિધિ છે.

બાળકને મંદિરના દશૅને લાવી ધામિક વિધિ કયૉ પછી જ બીજી વિધિ થાય છે. જનોઈ કે લગ્ન પ્રસંગે પહેલી આમંત્રણ પત્રિકા માતાના ચરણમાં મુક્યા પછી જ બીજા કામો થાય છે.છે.સંદલપોરના વતની અને સિને જગતના જાણીતા ડાયેરકટર નિમૉતા સ્વ. મનમોહન દેસાઈના પુત્ર તથા પુત્ર વધુ લગ્ન બાદ ખાસ હેલીકોપ્ટર દ્રારા મુંબઈથી ધરડી માતાના દશૅને આવ્યા હતા.અનાવિલોની આસ્થા શ્રધ્ધા અને માનતા નું મંદિર એટલે કુળદેવી ધરડી માતાનું મંદિર.


ગાયત્રી શક્તિપીઠ

પૂજ્ય શ્રીરામ શમૉ આચાયૅજી અને માતા ભગવતીદેવી શમૉ પ્રેરિત ધમૅ અને વિજ્ઞાન ગાયત્રી માતા અને યજ્ઞ પિતા વિવિધ સંસ્કારો સપ્તસૂત્રી કાયૅક્રમ વૃક્ષારોપણ વ્યસનમુકિત આંદોલન ચિત્રપ્રદશૅન યોગ પ્રાણાયમ સાહિત્ય વગેરેથી ધમધમતી શકિતપીઠ આવેલી છે.


સિદ્ધનાથ મહાદેવ મંદિર

પૌરાણિક સિધ્ધનાથ મહાદેવનું મંદિર આસ્થા નું ક્રેન્દ્ર છે. પ્રાચીન વાવ પણ આવેલી છે.


લક્ષ્મિનારાયણ મંદિર

ગાયકવાડી સરકારનું શાસ્ત્રોનુસાર “નિલાબંરી “ શ્રી લક્ષ્મીજી અને નારાયણજીની ભવ્ય મૂતિના દશૅન કરી ભવ્યતા અનુભવાય છે.


મંછાદેવીમાતાજી અને ખોડિયારમાતાજીનું મંદિર

ગામના પશ્ર્વિમભાગમાં વિવિધ પ્રવૃતિઓથી ધમધમતું મંછાદેવી માતનું પ્રાચીન મંદિર આવેલ છે. ખોડિયાર માતાજીના મંદિરનો જીણ્ણોધર કહી નવીનતમ બનાવ્યું છે.


શ્રીઋણ મુક્તેશ્વરમહાદેવ મંદિર

ઋણમાંથી મુકિત અપાવે છે. ઋણ રહેવા નદે એવા ગામની મધ્યમાં આવેલુ આકષૅક છે. ગોકુળ વૃંદાવનધામમાં રાધાકૃષ્ણનાં મંદિરની સાથે વિવિધ પ્રવૃતિઓનું ધામ બન્યું છે.


નુરૂલ ઇસ્લામ ઇબાદતખાના મસ્જીદ


સ્વામિનારાયણ મંદિર