પલસાણા ગામના સરપંચ તરીકે ગામલોકોએ મારી બિનહરીફ વરણી કરી છે અને મને ગામનો કારોબાર સોંપવામાં આવેલ છે. સરપંચનો હોદ્દો સંભાળ્યા બાદ મે મારા ગ્રામપંચાયતના સભ્યો સાથે ખભેખભા મીલાવીને કોઈપણ જાતના વિવાદ વિના અવિરત પ્રજાલક્ષી અને ગામનાં વિકાસના કામોમાં સતત પ્રયત્નશીલ રહ્યો છુ.
હુ પ્રજાને જરુરી દરેક સગવડો પુરતી મળી રહે તેની કાળજી રાખી તે કામો આજદિન સુધી કરી રહ્યો છું અને ગામમાં સી. સી રોડ, ગટરલાઇન અને પેવરલ બ્લોક બેસાડવાનું ચાલુ કયુઁ અને આજે સુવ્યવસ્થિત રોડ બનાવી દીધેલ છે જેનો આજે લોકો ખુબ સારી રીતે વપરાશ કરતા થઈ ગયા છે.આમ લોકોની સગવડતામાં વધારો થયેલ છે. જયાં જરુર જણાય ત્યાં પીવાના પાણી માટે નવા બોરવેલ કરાવી પીવાના પાણીની લાઇન કરવામાં આવી. પાણીની ટાંકી પણ બનાવવામાં આવેલ છે. જેથી પીવાના પાણીનો પ્રશ્ન હલ થયેલ છે.
ગામમાં રોડ-રસ્તા અને ગટરવ્યવસ્થા થઈ જવાથી ગંદકી અને પાણી ભરાવાના મોટાભાગના પ્રશ્નો હલ થઈ ગયા છે જે આપ સવેઁ જોઈ શકો છો. રોડ-રસ્તા થવાથી લોકોને આવન-જાવનમા ઘણી સુલભતા થઈ છે. ગામમા કચરાનુ ડૉર ટુ ડોર કલેક્શન દૈનિક ધોરણે કરવામાં આવે છે, જેના કારણે ગામ સ્વચ્છ બન્યુ છે. આમ ગામને સ્વચ્છ અને સુઘડ બનાવવાનો પ્રયત્ન કયોઁ છે.
દ.ગુ.વિજ કંપનીના અધિકારી સાથે સંકલન કરીને રસ્તાઓ વચ્ચે આવેલ નડતરરુપ વીજપોલોને એકબાજુ પર ખસેડાવીને લોકોની સગવડતામાં વધારો કરેલ છે. ગામમાં આવવા-જવાના રસ્તા ઉપર અને બજારમાં સી.સી.ટીવી કેમેરા મુકાવીને ગામની સુરક્ષામા વધારો કરેલ છે. શિક્ષણ નો વ્યાપ વધે તે માટે ડીઝીટલ લાઇબ્રેરી પણ બની રહી છે. હવે પછી તળાવને સાફ-સફાઈ કરી ઊંડુ કરી ડેવલપ કરવામાં આવી રહ્યુ છે. અને હવે પછીનુ આમારુ સ્વપ્ન આખા ગામને વાઈ-ફાઈ હેઠળ આવરી લેવાનું છે.
ગામની શોભા વધારવા અને પાણીનો પ્રશ્ન હલ કરવા માટે તળાવને સાફ-સફાઈ કરાવી ઊંડુ કરવું જેથી તળાવમાં પાણીનો સંગ્રહ થઈ શકે અને કુંવામા અને બોરવેલમાં પાણી ના સ્તર ઉપર રહે. તળાવની ફરતે પાકી દિવાલ બનાવવી અને ફરતે વોક-વે બનાવી તેના ઉપર બેસવા માટે બાકડા મુકી ફરતે લાઇટો મુકી તળાવને સુશોભિત કરવુ અને તળાવની વચ્ચે બેટ બનાવી તેના ઉપર ગાડઁન બનાવવાની યોજના છે. જેથી ગામના આબાલવૃદ્ધ , યુવાનો , મહિલાઓ અને બાળકો નિરાંતની પળોમાં ત્યાં આનંદથી સમય પસાર કરી શકે.
આખા ગામને વાઈ-ફાઇ હેઠળ આવરી લેવા માટે પણ અમારા પ્રયત્નો ચાલુ જ છે. કારણકે ઈન્ટર-નેટ થકી તમે તમારું ઘણું-ખરું કામ ઘર બેઠા કરી શકો છો.અને ભણતા વિધાથીઁ માટે તો ઈન્ટર-નેટ ખુબ જ જરુરી થઈ ગયું છે. જે માટેના પણ અમારા પ્રયત્નો ચાલુ જ છે અને તે પણ પુણઁ થશે એવી આશા અને અપેક્ષા સાથે વિરમું છું