પલસાણા ગ્રામ પંચાયત – પ્રગતિશીલ પલસાણા

ડેસ્ક ઓફ સરપંચ

પલસાણા ગામના સરપંચ તરીકે ગામલોકોએ મારી બિનહરીફ વરણી કરેલ હતી. અને મને ગામનો કારોબાર સોંપવામાં આવેલ હતો. અને સરપંચનો હોદ્દો સંભાળ્યા બાદ મે મારા ગ્રામપંચાયતના સભ્યો સાથે ખભેખભા મીલાવીને કોઈપણ જાતના વિવાદ વિના અવિરત પ્રજાલક્ષી અને ગામનાં વિકાસના કામોમાં સતત પ્રયત્નશીલ રહી છું.

અને પ્રજાને જરુરી દરેક સગવડો પુરતી મળી રહે તેની કાળજી રાખી તે કામો આજદિન સુધી કરતી આવી છું અને ત્યારથી ગામના વિકાસમાં અમોએ દરેકે-દરેક વાતનું ધ્યાન રાખીને કામની શરૂઆત કરી.

શરૂઆતના બે વષઁ તો ભુગભઁ ગટર યોજનાના કામને લઈને કોઈ ખાસ કામ અમો કરી શકયા નહી. ભુગભઁ ગટર લાઇનના ખોદાણ ના કારણે શરુના બે વષઁ તો ગામલોકોને ઘણી જ હાલાકી ભોગવવી પડી, જે બદલ હું દિલગીરી વ્યક્ત કરુ છું .

હવે ગટર લાઇનનું કામ પણ થોડું-ઘણું જ બાકી છે જે પણ ટુંક સમયમાં પુણઁ થશે. જેમ-જેમ ગટર લાઇનનું કામ પુણઁ થતું ગયું તેમ-તેમ અમોએ કામની પ્રાથમિકતાના ધોરણે જે-તે વોડઁમા પ્રથમ તો વેસ્ટેજ પાણી અને વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી ગટરલાઈન નાંખવાની શરૂઆત કરી જેથી પાણીના નિકાલનો પ્રશ્ન હલ કયોઁ જેથી ગંદકી ઓછી થઈ અને ત્યારબાદ ગામમાં સી. સી રોડ અને પેવરલ બ્લોક બેસાડવાનું ચાલુ કયુઁ અને આમ ગામને સ્વચ્છ અને સુઘડ

બનાવવાનો પ્રયત્ન કયોઁ . ગામમાં બ્રામણ ફળિયાની પાછળ આવેલ નાળ, ખાદી ભંડારની સામે આવેલ નાળ તેમજ બાવીસી ફળિયાની પાછળ આવેલ નાળ કે જેમા ચાલતા જવું હોય તો પણ આપણે વિચારવું પડે તે નાળને પણ સાફ-સફાઈ કરાવી આજે સુવ્યવસ્થિત રોડ બનાવી દીધેલ છે જેનો આજે લોકો ખુબ સારી રીતે વપરાશ કરતા થઈ ગયા છે.આમ લોકોની સગવડતામાં વધારો થયેલ છે.

જયાં જરુર જણાય ત્યાં પીવાના પાણી માટે નવા બોરવેલ કરાવી પીવાના પાણીની લાઇન કરવામાં આવી.આમ પીવાના પાણીનો પ્રશ્ન હલ કયોઁ. ગામમાં રોડ-રસ્તા બનાવવામાં હવે ફક્ત અવધુતનગર સોસાયટી અને બે-ત્રણ હળપતીવાસ જ બાકી છે જે કામ પણ અમે અમારા આયોજનમાં લઈ લીધા છે.અને મોટાભાગનું કામ અમારી ટમઁ પુરી થતા સુધીમાં પુણઁ થશે એવા અમારા પ્રયત્નો રહેશે.

આમ ગામમાં રોડ-રસ્તા અને ગટરવ્યવસ્થા થઈ જવાથી ગંદકી અને પાણી ભરાવાના મોટાભાગના પ્રશ્નો હલ થઈ ગયા છે જે આપસવેઁ જોઈ શકો છો. રોડ-રસ્તા થવાથી લોકોને આવન-જાવનમા ઘણી સુલભતા થઈ છે.

દ.ગુ.વિજ કંપનીના અધિકારી સાથે સંકલન કરીને રસ્તાઓ વચ્ચે આવેલ નડતરરુપ વીજપોલોને એકબાજુ પર ખસેડાવીને લોકોની સગવડતામાં વધારો કરેલ છે. ગામમાં આવવા-જવાના રસ્તા ઉપર અને બજારમાં cctv Camara મુકાવીને ગામની સુરક્ષામા વધારો કરેલ છે. હવે પછીનુ અમારું સ્વપ્નું તળાવને સાફ-સફાઈ કરી ઊંડુ કરવું અને આખા ગામને વાઈ-ફાઈ હેઠળ આવરી લેવાનું છે.

ગામની શોભા વધારવા અને પાણીનો પ્રશ્ન હલ કરવા માટે તળાવને સાફ-સફાઈ કરાવી ઊંડુ કરવું જેથી તળાવમાં પાણીનો સંગ્રહ થઈ શકે અને કુંવામા અને બોરવેલમાં પાણી ના સ્તર ઉપર રહે. તળાવની ફરતે પાકી દિવાલ બનાવવી અને ફરતે વોક-વે બનાવી તેના ઉપર બેસવા માટે બાકડા મુકી ફરતે લાઇટો મુકી તળાવને સુશોભિત કરવુ અને તળાવની વચ્ચે બેટ બનાવી તેના ઉપર ગાડઁન બનાવવાની યોજના છે. જેથી ગામના આબાલવૃદ્ધ , યુવાનો , મહિલાઓ અને બાળકો નિરાંતની પળોમાં ત્યાં આનંદથી સમય પસાર કરી શકે.

આખા ગામને વાઈ-ફાઇ હેઠળ આવરી લેવા માટે પણ અમારા પ્રયત્નો ચાલુ જ છે. કારણકે ઈન્ટર-નેટ થકી તમે તમારું ઘણું-ખરું કામ ઘર બેઠા કરી શકો છો.અને ભણતા વિધાથીઁ માટે તો ઈન્ટર-નેટ ખુબ જ જરુરી થઈ ગયું છે. જે માટેના પણ અમારા પ્રયત્નો ચાલુ જ છે અને તે પણ પુણઁ થશે એવી આશા અને અપેક્ષા સાથે વિરમું છું .