પલસાણા ગ્રામ પંચાયત – પ્રગતિશીલ પલસાણા

અબાઉટ વિલેજ

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મુખ્ય મથક પલસાણા અનાવિલોનું શિરોમણી ગામ છે. ગાયકવાડી શાસનમાં એનું મહત્વનું યોગદાન છે.અનાવિલો જેને પેઢીના ગામ માને છે. તેમાં પલસાણાનું સ્થાન છે. પલસાણનું નામ ઐતિહાસિક દ્રષ્ટિ એવી લોક વાયકા છે કે મૂળ અનાવિલના બે ભાઈએ જેમાં એકનું નામ પાલ અને શાણાના નમાંકિત નામથી ગામનું નામ પડ્યું હોવાનું કહેવાય છે. પહેલા પાલ શાણા હતું બાદમાં અપભ્રશ થતા ગામનું નામ પલસાણા પડ્યું. મોટાભાઈએ જ્યાં નિવાસ ક્યૉ એ ચોવીસી ફળિયું અને નાના ભાઈએ જ્યાં નિવાસ ક્યૉ એ બાવીસી ફળિયું આજે પણ એ ફળિયા એજ નામથી ઓળખાય છે. બીજા બધા ગામો કરતાં જુદી જાત પાડતા ગામ વિશિષ્ટ એ રીતે છે કે ગામના પાણીના સેન્સ ઓફ હયુમર છે.

પલસાણા ૮૫૦ વષૅ પૂવૅ વસ્યું હતું

આ અંગે માહિતી આપતા ગામના વડીલો જણાવે છે કે અસલ ગામ આશરે ૮૫૦ વષૅથી વસ્યું છે. જેનો ઈતિહાસ ગુજરાતના રાજા સિધ્ધ્રરાજ જ્યસિંહના સમયગાળાથી શરૂ થતો હોવાનું ચચૉઈ છે. સંવત ૧૧૫૨ના વષૅમાં અનાવલ નગરમાં ૪૦૦ ઉપંરાત કન્યાઓના લગ્ન સમાંરભ સમયે ભીલોના સરદાર વાંસીયાભીલે આક્રમણ કરતાં અનાવિલોમાં હાહાકાર મચી ગયો અને અચાનક યુધ્ધના કારણે અનાવિલોનો પરાજય થયા અને અનાવિલોના સેનાપતિ સમધરવશીએ પરાજય બાદ તેમણે સોંલકી નરેશ રાજા સિધ્ધરાજા જયસિંહ તથા માતા મીનળદેવી ઓલપાડ તાલુકાના સરસ ગામે આવ્યા હતા. ત્યાં સેનાપતિએ રૂબરૂ મળી હકીકત જણાવતા વાત સાંભળી દુ:ખી થયેલા રાજા સિધ્ધરાજા જયસિંહ સમધર વશીને વાંસીયા ભીલને હરાવવા ૨૧૦૦૦થી વધુ રાજ સૈન્ય મંગાવી વાંસીયા ભીલ પર આક્રમાણ કરી પ્રદેશને જીતી લીધા બાદ વીરમદેવ સોંલકીને વાંસદાની ગાદી પર બેસાડી સમધર વશીએ વીરમદેવને રાજતિલક કયુ હતું ત્યારબાદ સમધર વશી અનાવલ વાંસદાનો પ્રદેશ છોડી ચલથાણ નજીક આવ્યા હતા તે સમયે પલસાણા ગામ ન હતું.

સમધર વશીએ ગામ વસાવી પોતાના બંને દીકરા પાલ અને શાણાના નામ પરથી ગામનું નામ પલસાણા પડ્યું હતું ત્યારથી પલસાણા ગામ અસ્તિવમાં આવેલું.. ઔધોગિક વસાહતના કારણે પરપ્રાંતીયો આવવા વસતિ વધી છે.

હવે ધીરેધીરે ઐધોગિક એકમો ઉપરાંત તાલુકા મથક હોવાના કારણે ગામની વસ્તી વધી રહી છે. આજે પલસાણામા અનાવિલ, પટેલ સમાજ, આહિર સમાજ, પ્રજપતિ સમાજ, હદ્પતિ સમાજ તેમજ અન્ય ગ્નાતિનો વસવાટ પણ થઈ રહયો છે. હાલમાં ગામની વસ્તી ૧૦૯૪૫ હોવાનું જાણવા મળ્યું છે.

સુરત જિલ્લાનો પલસણા, બારડોલી , કામરેજ જેવા તાલુકાઓ આથિક રીતે સમુધ્ધ છે. એનઆરઆઈ પ્રદેશ સાથે સાથે સુખી સંપન ખેડૂતો તેમજ ઔધોગિક એકમોને કારણે આ પ્રદેશ વિકાસની હરફણ ભરી રહયો છે. આ વિસ્તારમાં અનેક સેવાભાવી સ્વયં સેવી સ્થાઓએ આ વિસ્તારમાં પોતાને સેવાની મહેક પસરાવી રહી છે. આ વિસ્તારમાં આવતી કુદરતી આફતો અને અનેક ગરીબો માટે સેવાભાવી સંસ્થાઓ ખડેપગે રહી સેવા કરે છે. આવીજ એક સંસ્થા પલસાણા ગામે છેલ્લા એક વષૅથી વધુ સમયથી કાયૅરત છે. પલસાણા ‘ સદવિચાર સેવા ટ્રસ્ટ ‘ ખરેખર તેના નામ મુજ્બ કાયૅ કરી રહી છે. સંસ્થાના પ્રમુખ જિતેંન્દ્રભાઈ ભટૃ છે. આમતો સંસ્થા અનેક સેવાકીય પ્રવૃતિ હાથ ધરે છે. જેવી કે ગરીબ વિધાથીઓને અભ્યાસ માટે આથિક સહાય કરવી ઉપંરાત બ્લડ કેમ્પ , ચક્ષુ નિદાન કેમ્પ અને પલસાણાના પચાસ જેટ્લા ગરીબ નિરાધાર પરિવારને દર મહિને રોજ્નું બે ટંક ભોજ્ન મળી રહી એટ્લું ભોજ્ન ઉપલબ્ધ છે.

પલસાણા ડી.બી. હાઈસ્કુલ કેવી રીતે અસ્તિવમાં આવી એનો રસપ્રદ ઈતિહાસ છે. ૧૯૩૮માં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ વડોદરા નરેશ પલસાણા પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. ત્યારે પલસાણાના વૃધ્ધ માજીએ મહારાજને વિનંતી કરી કે ગામમાં અંગેજી સ્કુલ હોય તો સારુ વડોદરા નરેશે નોંધ લીધી અને ૧૯૪૦માં મિશ્ર શાળા નામનું મકાન બનાવ્યું એમાં માળ ઉપર અંગેજી વગૉ ફસ્ટ,સેક્ન્ટ, થડૅ અને ફોથૅ ચાલતા નીચે ગુજરાતી ૧ થી ૫ વગૅ ચાલતા.પછી ડી. બી.હાઈસ્કુલ નામાંકન થયું.

ફિલ્મક્ષેત્રે મહત્વનો નાતો છે

આજથી ૭૦ વષૅ પહેલા સ્વ. મેહબુબખાને હિંન્દી ફિલ્મ મધર ઈંન્ડીયા – “ ઔ. એ. ફિલ્મનું શુટીંગ પલસાણાના કેટલાક કુદરતી સૌદયૅ દ્રશ્યોથી કયુ હતું જી. પી.શીપ્પીએ રાજેશ ખન્ના તથા મુમતાઝ અભિનીત બંધન ફિલ્મનું શુટીંગ પણ પલસાણાના કેટલાક કુદરતી દ્રશ્યોથી કયુ હતું. ગૌરી ફિલ્મ તથા ગુજરાતી ફિલ્મનું શુટીંગ પણ પલસાણામાં થયાના સમાચાર છે.

સાહિત્યક્ષેત્રે મહત્વનું પ્રદાન છે

અહીંના ભાણેજ ડૉ. પ્રફુલ્લ દેસાઈએ “ પક્ષીને આંબવુ આકાશ” નામની નવલકથા લખી હતી. પલસાણાના જમીનદાર સ્વ. વંસતરાય દેસાઈએ વિલસુ ગાને પ્યારની પુતળી નવલકથા લખી હતી પલસાણાના વતની હાલ ઓસ્ટેલિયા રહેતા અશ્રવીન દેસાઈએ આકાશથી ટો દૂર તારુ ધર નવલકથા તથા વાતૉ સંગ્રહ લખી છે. પલસાણાના સુમનભાઈ દેસાઈએ ચિંતણાત્મક લેખો તથા હાસ્યલેખો લખી, ગુજરાતી- હિન્દી- અંગેજીમાં કાવ્યરચના કરી છે.